About Kotyark Dham

“કોટયર્ક માહાત્મ્ય”ની શરુઆત મહાભારતના આદિપર્વના પ્રથમ શ્લોક “નારાયણં નમસ્કૃત્ય નરમ્ ચૈવ નરોત્તમમ્ । દેવી સરસ્વતી વ્યાસં તતો જય મુદિરયેત્ ||” ના મુદ્રણથી માહાત્મ્યના રચયિતાએ કરી છે. જે ઘણી જ સરળતાથી સમજી શકાય તેવી છે. પદ્મપુરાણની મૂળવાત, જેમાં શ્રીકોટયર્ક પ્રભુએ મધુ અને કૈટભનો સંહાર કરીને બીજે દિવસે કારતક સુદ બારસનો ઉત્સવ મનાવ્યો અને આ જ સ્થળે સ્થાયી થઈ આપણી જ્ઞાતિનો ઉદય કર્યો. એટલું ગ્રહણ કરીશું, તેમાંજ શ્રીકોટયર્ક તીર્થ નો સારાંશ આવી જાય છે. વિશ્વભરમાં સ્થપાયેલા સૂર્યમંદિરોમાં ફકત એક માત્ર શ્રીકોટયર્ક જ એવું મંદિર છે જે કર્કવૃત્તના મધ્યબિંદુ પર રચાયું છે. આપણા પ્રાચીન મંદિર પર સૂર્ય વર્ષમાં માત્ર એક જ વાર શિખરના મધ્ય બિંદુ પર આવે છે, કેવળ જુન માસની ૨૧મી તારીખે બપોરે ૧૨ વાગે ત્યારબાદ થોડીક જ ક્ષણો બાદ દક્ષિણ તરફ પ્રયાણ કરે છે.

Instagram